Thursday, 30 April 2015

The Beauty Photo


•પ્રેમ નું ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું •٠·

આપણે ભલે એવું કહીએ કે બધું ભૂલી જવાનું પણ દરેક વાત, દરેક ઘટના અને દરેક યાદ ભૂલી શકાતી નથી. કંઈક એવું બનતું રહે છે કે આપણે દાટી દીધેલી ઘટનાઓ જીવતી થઈને બહાર આવી જાય છે. બ્રેકઅપ વખતે એક પ્રેમિકાએ તેના પ્રેમીને કહ્યું કે "તું જાય છે એનો વાંધો નથી પણ થોડીક ટિપ્સ આપતો જા કે શું કરૂ તો તું યાદ ન આવે? આટલા પ્રેમથી જુદો ન પડ કે તને નફરત કરવાનું પણ કારણ ન મળે. હા, તને મારી સાથે ન ફાવ્યું કે પછી મને તારી સાથે ન જામ્યું પણ આટલું સાથે જીવ્યો તેનું શું? સપનાં તૂટતાં હોય છે પણ ખુલ્લી થઈ ગયેલી આંખો કહેતી હોય છે કે એ તો તંદ્રાવસ્થામાં જોવાયેલી ઘટનાઓ હતી. તારી સાથે તો ખુલ્લી આંખોએ કેટલો બધો સંબંધ જીવ્યો છે. તારી સાથે જે રોડ પરથી પસાર થઈ છું એ રોડ તો ત્યાં જ છે. જ્યારે ત્યાંથી નીકળીશ ત્યારે શું કરૂ તો તું યાદ ન આવે? બગીચો મને સવાલ કરે કે તું ક્યાં ગયો તો હું શું કહું? તેં આપેલી ગિફ્ટ તો કદાચ ફેંકી દઉં પણ તારા હાથના સ્પર્શને મારા અસ્તિત્વથી કેમ જુદો કરી દઉં? હા, આપણે એકબીજા પરના અધિકારથી મુક્ત થઈએ છીએ પણ એકબીજામાં જીવતી સંવેદનાઓથી કેવી રીતે મુક્ત થવું? આંખોની ભીનાશમાં કોઈ દૃશ્ય ઉભરી આવે તો એને કેમ ખંખેરવું? એ દોસ્ત, હું તને જરાયે યાદ નહીં કરૂ પણ કોઈ કારણોસર તું યાદ આવી જઈશ તો એ પળોને વાગોળીશ જે મેં તારી સાથે જીવી છે. તૂટેલા કે મરેલા સંબંધોને ખભે ટીંગાડી ફરવાની મારી ફિતરત નથી. મેં એ ઉતારી દીધા છે. હું આગળ ચાલું છું પણ જ્યાં મેં આપણા સંબંધોને ઉતાર્યા છે ત્યાં શણગારીને રાખ્યા છે. હું રડીશ નહીં પણ હસી શકીશ કે કેમ તેની કોઈ ખાતરી નથી. હા, એટલો ભરોસો છે કે તને વખોડીશ નહીં, તને શાપ આપીશ નહીં. તારા માટે તો પ્રાર્થના જ કરીશ કે તું જ્યાં હોય ત્યાં ખુશ રહે. મજામાં રહે. હસતો રહે અને જીવતો રહે."

स्वामी विवेकानन्द ...सुविचार ...


Beautiful... ગઝલ...

છે પ્રેમ નો સવાલ જરાતો નજીક આવ,
ઉભી ના કર દીવાલ જરાતો નજીક આવ, 
મોટે થી કહી શકાય નથી એવી કોઈ વાત એ, 
શુણવા હો દિલ ના હાલ જરાતો નજીક આવ, 
અંતર હમેશા પ્રેમ માં અંતરાય થઇ છે, 
રાખી ને એ ખયાલ જરાતો નજીક આવ,
ટાઢક વળે છે દિલ ને મહોબત ની આગથી,
જોવા ને એ કમાલ જરાતો નજીક આવ,
જાવું છે મારે દુર ને જજો સમય નથી,
છોડી ને સૌ ધમાલ જરાતો નજીક આવ,
વાગી રહી છે મોત ની શરણાઈ,
જોવા જીવનનો તાલ જરાતો નજીક આવ ...

Wednesday, 29 April 2015

Gujarati suvichar

લોકો કહે છે : અમુક વ્યકિતમાં વિશ્વાસ રાખો. પણ હું કહું છું:
            પહેલાં તમારી જાતમાં વિશ્વાસ રાખો. એ જ સાચો રસ્તો છે.
                            તમારામાં શ્રધ્ધા રાખો. સઘળી શકિત તમારામાં જ રહેલી છે.
                                            તેના પ્રત્યે સભાન બનો, તેને બહાર લાવો. કહો કે ‘હું બધું કરી શકીશ.’
                                                              જો તમે દઢતાથી સર્પના ઝેરના અસ્તિત્વનો અસ્વીકાર કરો
                                                                                તો તે ઝેર પણ બિનઅસરકારક બની જાય. – સ્વામી વિવેકાનંદ

Kunadiya dev...gujarati suvichar


Tuesday, 28 April 2015

ફિલ્મી દુનિયા...

                                                                                               
ઋત્વિક રોશને દરેક પરિસ્થતિનો સામનો હસીને મજબૂતાઇથી કર્યો, પછી તેની સર્જરીની વાત હોય, કોઇ ફિલ્મનું ફ્લોપ થવાનું હોય કે તેના ડિવોર્સની વાત હોય. ઋત્વિક કહે છે લાઇફમાં ચડાવ-ઉતાર તો આવતા જ રહે છે. કેટલીક વાર ન ધાર્યા હોય તેવા વળાંકો પણ આવે છે, પરંતુ મેઇન વાત એ છે કે તમે બસ આગળ વધતા રહો. તમારે લાઇફને રોલર કોસ્ટરની જેમ એન્જોય કરવાની હોય છે. આખરે કોણ એવું ઇચ્છે છે કે તેની જિંદગી એક એવું રોલર કોસ્ટર બની જાય જે બહુ ધીમી સ્પીડથી ચાલતું હોય. ઋત્વિકે જ્યારે કાઇટ્સનું શૂટિંગ શરૂ કર્યું હતું ત્યારે તેને લાગ્યું હતું કે તે હવે ફિલ્મોમાં કામ નહીં કરી શકે. તેના ઘૂંટણમાં છેલ્લાં બે વર્ષથી દુખાવો થતો હતો. છ મહિના સુધી તેણે લાકડીથી ચાલવું પડ્યું હતું. ત્યારબાદ મેં ગુઝારિશને મારી આખરી ફિલ્મ તરીકે સાઇન કરી, કેમ કે ડોક્ટર્સે કહી દીધું હતું કે હવે ક્યારેય મારા ઘૂંટણ ઠીક નહીં થાય. ત્યારે હું 35 વર્ષનો હતો. ત્યારે જ મારા ડોક્ટર્સે કહી દીધું કે હવે મારી પાસે ચાલવા માટે માત્ર એક જ વર્ષ છે. ત્યારે મને લાગ્યું કે મારી જિંદગી ખતમ થઇ ગઇ છે. હું મારી જાતને એ હાલતમાં ઇમેજિન કરવા લાગ્યો કે હવે હું મારાં બાળકો સાથે ફૂટબોલ નહીં રમી શકું. મેં પિયાનો પણ એમ વિચારીને ખરીદ્યો કે હું એક્ટિંગ નહીં કરી શકું તો કમસે કમ ગાઇ તો શકીશ, જોકે હું હાર માનવા ઇચ્છતો ન હતો. હું ચાઇના, ફિનલેન્ડ અને સિંગાપોર ગયો. મારા ઘૂંટણ માટે દરેક શક્ય થેરપી લીધી. લગભગ બે વર્ષ સુધી રોજ બે કલાક થેરપીથી આખરે મારું દર્દ એક દિવસ ગાયબ થઇ જ ગયું. તમારે દરેક પરિસ્થિતિમાં કોઇ એક્શન તો લેવાં જ પડે છે. દરેક વ્યક્તિમાં દમ હોય છે કે જે કોઇ પણ મુશ્કેલ સમયને માત આપી દે. ડોક્ટર્સ પણ સરપ્રાઇઝ્ડ હતા કે આખરે મારા ઘૂંટણનું દર્દ કેવી રીતે ગાયબ થયું. મેં પણ વિચાર્યું ન હતું કે હું આમ કરી શકીશ, પરંતુ તમારે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું હોય છે. તે તમારા માટે એનર્જીનું કામ કરે છે. મેં કોઇ પણ પરિસ્થિતિમાં હાર માની નથી.

Monday, 27 April 2015

सामान्य अध्ययन

सामान्य अध्ययन
1.भारतीय राष्ट्रीय कांग्रेस की
स्थापना
→→→1885 ई.
2. बंग-भंग आंदोलन(स्वदेशी आंदोलन)
→→→1905 ई.
3. मुस्लिम लीग की स्थापना
→→→1906 ई.
4.कांग्रेस का बंटवारा
→→→1907 ई.
5. होमरूल आंदोलन
1916 ई.
6. लखनऊ पैक्ट
→→→दिसंबर 1916 ई.
7. मांटेग्यू घोषणा
→→→20 अगस्त 1917 ई.
8. रौलेट एक्ट
→→→19 मार्च 1919 ई.
9. जालियांवाला बाग हत्याकांड
→→→13 अप्रैल 1919 ई.
10. खिलाफत आंदोलन
→→→1919 ई.
11. हंटर कमिटी की रिपोर्ट प्रकाशित
→→→18 मई 1920 ई.
12. कांग्रेस का नागपुर अधिवेशन
→→→दिसंबर 1920 ई.
13. असहयोग आंदोलन की शुरुआत
→→→1 अगस्त 1920 ई.
14. चौरी-चौरा कांड
→→→5 फरवरी 1922 ई.
15. स्वराज्य पार्टी की स्थापना
→→→1 जनवरी 1923 ई.
16. हिंदुस्तान रिपब्लिकन एसोसिएशन
→→→अक्टूबर 1924 ई.
17. साइमन कमीशन की नियुक्ति
→→→8 नवंबर 1927 ई.
18. साइमन कमीशन का भारत आगमन
→→→3 फरवरी 1928 ई.
19. नेहरू रिपोर्ट
→→→अगस्त 1928 ई.
20. बारदौली सत्याग्रह
→→→अक्टूबर 1928 ई.